અમદાવાદમાં 300 કિલો માટીમાંથી 15 ફૂટ ઉંચી ગણેશ પ્રતિમા, કોલકાતાના કારીગરોએ ત્રણ મહિનામાં તૈયાર કરી

  • 5 years ago
અમદાવાદઃઆગામી 2 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે જેને પગલે અમદાવાદના સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા પર્યાવરણ અને ટ્રાફિક નિયમન અંગે પણ તકેદારી રાખવામાં આવી રહી છે શહેરમાં વિવિધ વિસ્તારોમાં થતા ગણેશ સ્થાપનમાં અલગ અલગ મેસેજ આપતી થીમ રાખવામાં આવી રહી છે પરંતુ આ વખતે થીમની સાથે પર્યાવરણને લઈ પણ જાગૃતિ જોવા મળી રહી છે શહેરના મણિનગરના દક્ષિણી પાસેના ‘નરનારાયણ ચા રાજા’ના આયોજકોએ ખાસ કોલકાતાના કારીગરોને ગુજરાત બોલાવી 300 માટીમાંથી 15 ફૂટ ઉંચી ગણેશ પ્રતિમા બનાવી છે આ ગણેશ પ્રતિમાનું સ્થાપનની જગ્યાએ જ વિસર્જન કરી શકાશે તેમજ આ માટી ભાવિક ભક્તોમાં વહેંચી દેવાશે આ માટી દ્વારા વૃક્ષ અને તુલસી ઉગાડવામાં આવશે

100 જેટલા ઘાસના પુળા અને 5 લાકડાની વળીનો ઉપયોગ કર્યો
મણિનગરના દક્ષિણી પાસે આવેલા ગુરૂજી બ્રિજ પાસે યોજાનારા જાહેર ગણેશ મહોત્સવનું આયોજન કરતા જીયાભાઈએ જણાવ્યું હતું કે અમે આ વખતે ખાસ પર્યાવરણનું ધ્યાન રાખ્યું છે પીઓપીની મૂર્તિનું જ્યારે વિસર્જન કરવા જઈએ ત્યારે દુઃખ થાય છે આ વખતે અમે ગણેશ મૂર્તિ બનાવવા માટે કોલકાતાથી કારીગરો બોલાવ્યા હતા આ મૂર્તિ બનાવવા માટે ત્રણ મહિનાથી કારીગરો કામ કરી રહ્યા હતા જેમાં 300 કિલો માટી, 100 જેટલા ઘાસના પુળા અને 5 લાકડાની વળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અમે મુક્તજીવન પાસે આવેલા ગુરૂજી બ્રિજ પાસે છેલ્લા ત્રણ વર્ષથી ગણેશ સ્થાપના કરીએ છીએ આ વખતે ‘નરનારાયણ ચા રાજા’ની મૂર્તિ સરસપુરમાં બનાવવામાં આવી છે

પાણીથી વિસર્જન કરાશે, ઘરે ઘરે માટી અપાશે
જીયાભાઈએ વધુમાં ઉમેર્યું કે, ગણપતિ વિસર્જનના દિવસે અમે ગણેશજીની પ્રતિમાનો વરઘોડો કાઢીને પરત દક્ષિણી પાસે સ્થાપનાની જગ્યાએ લઈ આવીશું, જ્યાં પાણીથી સ્થળ પર જ વિસર્જન કરીને આ માટી આસપાસના વિસ્તારોના ઘરે ઘરે આપીશું, જેનો કુંડામાં ઉપયોગ કરાશે અને તેની સાથે તુલસી તથા વૃક્ષોમાં પણ આ માટીનો ઉપયોગ કરી પર્યાવરણની જાળવણી કરવામાં આવશે

Recommended