ભિલોડા: 500 ફૂટની ઊંચાઈથી સુનસર ધોધ વહ્યો, મજા માણવા સહેલાણીઓ ઉમટી પડ્યા

  • 5 years ago
ભિલોડા: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુનસર ગામે ધરતી માતાના મંદિરે ડુંગર ઉપરથી કુદરતી ધોધ વહે છે આ કુદરતી ધોધનો નજારો માણવા દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડે છે ઉત્તર ગુજરાતનું મિનિ કાશ્મીર તરીકે સુનસર ધોધ ખૂબ પ્રચલિત છે અરવલ્લી જિલ્લાના ભિલોડાની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સુનસર ગામ આવેલું છે સુનસર ગામે અરવલ્લીની ગિરિમાળા પાસે ધરતી માતાનું મંદિર છે ત્યાં ઊંચે ડુંગર પરથી દર ચોમાસામાં કુદરતી ધોધ વહે છે ચોમાસાની શરૂઆત થયા બાદ 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડે છે ત્યારે ડુંગર ઉપર નું તળાવ ભરાય છે અને તળાવનું ઓવર ફ્લો થયા બાદમાં પાણી ડુંગરના પથ્થરોની કુદરતી એવી રચના કરેલી છે કે ધોધ સ્વરૂપે નીચે વહે છે

Category

🥇
Sports

Recommended