પબંગાળના રાણાઘાટ રેલ્વે સ્ટેશન પર ગીત ગાતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે સ્ટેશન પર કામ કરતી મહિલા વીડિયોમાં લતા મંગેશકરે ગાયેલું ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’ ગાઈ રહી છે 1972માં આવેલી ફિલ્મ શોરનું ગીત લતાનાં અવાજમાં ગાતી મહિલાનો વીડિયો ફેસબુક પર 20 લાખથી વધુ વાર જોવાયો છે 43000થી વધુ વખત શેર થયો છે તે તેના પર 4 હજારથી વધુ કમેન્ટ્સ પણ કરાઈ છે ગરીબ પરીવારની મહિલાનાં અવાજને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે કેટલાય લોકોએ મહિલાના અવાજને યોગ્ય પ્લેટફોર્મ અને તાલિમ મળે તેવી વાત પણ કરી છે
Category
🥇
Sports