અફઘાનિસ્તાનમાં હેરાત-કંધાર હાઈવે પર બોમ્બ બ્લાસ્ટ, 34થી વધુના મોત

  • 5 years ago
અફઘાનિસ્તાનમાં આજે વહેલી સવારે જોરદાર બ્લાસ્ટ થયો છે હેરાત-કંધાર હાઈલે પર થયેલા આ બ્લાસ્ટમાં 34 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે જેમાં મહિલા અને બાળકો પણ સામેલ છે ન્યૂઝ એજન્સી ANIએ TOLO ન્યૂઝના રેફરન્સથી આ માહિતી આપી છે બ્લાસ્ટમાં ઘાયલ લોકોને સારવાર માટે નજીકની સ્થાનિક હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હુમલાની માહિતી મળતા જ સુરક્ષાકર્મીઓએ સમગ્ર વિસ્તાર ઘેરીને હુમલાની તપાસ કરવામાં આવી રહી છે જોકે હજી સુધી એ જાણવા નથી મળ્યું કે બ્લાસ્ટ કેવી રીતે કરવામાં આવ્યો છે તે ઉપરાંત કોઈ આતંકી સંગઠન દ્વારા પણ હજી આ બ્લાસ્ટની જવાબદારી લેવામાં આવી નથી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અફઘાનિસ્તાનના હેરાત-કંધાર હાઈવે પર આજે સાવરે રોડની સાઈડમાં ઉભેલી એક ગાડીમાં બ્લાસ્ટ થયો છે બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેના કારણે 34 લોકોના મોત થયા છે

Recommended