બોગસ બિલિંગ કૌભાંડમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી

  • 5 years ago
સુરતઃસમગ્ર રાજયમાં રૂપિયા છ હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં સુરતમાંથી હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ આ સ્કેન્ડલમાં હવે ધરપકડનો દૌર શરૂ થઈ ગયો છે આજે એસજીએસટીની ટીમે પટાવાળાના નામે રૂપિયા 300 કરોડનું ટર્નઓવર કરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી હતી તમામને મોડી સાંજે ઇન્ચાર્જ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે ચારેય આરોપીઓને જેલ કસ્ટડીનો હુકમ કર્યો હતો અધિકારીઓ કહી રહ્યા છે કે આવનારા સમયમાં પાલની 11 ફર્મ સહિતના કૌભાંડીઓની ધરપકડ કરે એવી સંભાવના છે અગાઉ વડોદરાનો રહેવાસી સુરતમાં હજાર કરોડનો ખેલ કરી ગયો હતો તેને પણ જેલ હવાલે કરાયો હતો

Recommended