બેકાબૂ કારે બાઈકસવારને 50 ફૂટ ઊલાળ્યા, જયપુરમાં ચાર રસ્તા પર ડેન્જર એક્સિડેન્ટ

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ રાજસ્થાનના જયપુરમાં થયેલા એક્સિડેન્ટના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે આ એક્સિડેન્ટ જેએલએન રોડ પર બિરલા મંદિર પાસે થયો છે કેટલાક વાહનો ગ્રીન સિગ્નલની રાહ જોતાં ચાર રસ્તા પર ઊભેલા છે આ દરમિયાન જ પાછળથી એક બેકાબૂ કામ બાઈક અને કારને ટક્કર મારે છે આ ટક્કર એટલી ભયાનક હોય છે કે, બાઈકસવાર બન્ને હવામાં ફંગોળાઈને 50 ફૂટ જેટલા દૂર પડે છે એક્સિડેન્ટની ગંભીરતાને CCTV ફૂટેજ પરથી સમજી શકાય છે આ એક્સિડેન્ટમાં બે સગાભાઈના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી CCTV ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે

Recommended