શૉકિંગ CCTV ફૂટેજ, રમતાં રમતાં બાળક ગટરમાં પડ્યું, ભારે વહેણમાં તણાયા બાદ હજુ પત્તો નહીં
વીડિયો ડેસ્કઃ મુંબઇના ગોરેગાંવમાં બુધવારે મોડી રાત્રે દોઢ વર્ષનો દિવ્યાંશુ નામનો બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો હતો આ મામલાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને BMCની ટીમે ઘટનાસ્થળે પહોંચી બાળકને શોધવા રેસ્ક્યૂ શરૂ કર્યું છે જો કે 10 કલાકની જહેમત પછી પણ બાળકને શોધી શકાયું નથી આ મામલે સ્થાનિક લોકોએ આક્ષેપ કરતાં કહ્યું કે, ‘BMCએ ગટર ઢાંકીને ન રાખતાં આ બળક તેમાં પડી ગયું છે’ માસૂમ દિવ્યાંશ ખુલ્લી ગટરમાં પડી ગયો તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી
Category
🥇
Sports