APMCનું ખાતમૂહુર્ત, રૂપાણીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લિકેજનો બચાવ કરી વ્યૂઈંગ ગેલેરી પર દોષ ઢોળ્યો

  • 5 years ago
ઊંઝા: બ્રાહ્મણવાડા ગામે 30 એકર જમીનમાં બંધાનારા ઊંઝા એપીએમસીના આધુનિક માર્કેટયાર્ડનું ખાતમૂહુર્ત શનિવારે સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરાયું હતું ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં કોઈ ફોલ્ટ નથી પરંતુ તેની વ્યૂઈંગ ગેલેરીમાંથી ટપકતું હોવાની વાત કરી હતી સાથે જ પ્રથમ વરસાદ છે એટલે પાણી ભરાયું હશે એવું ઉમેર્યું હતું
સ્વાગત અને સન્માન
ખેડૂતોથી ખીચોખીચ ભરેલા જીમખાના મેદાનમાં ખેડૂત સંમેલનમાં વિજય રૂપાણી સહિત ઉપસ્થિત આગેવાનોનું ઈલાયચીનો હાર, સાફો, તેમજ ચાંદીનું બળદગાડું ધારાસભ્ય આશાબેન પટેલ, એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, વાઈસ ચેરમેન શિવમઈ રાવલ તેમજ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ દ્વારા કરાયું હતું નગરપાલિકા પ્રમુખ મણીભાઈએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું પ્રતિક જીતુભાઈ વાઘાણીને આપી સન્માનિત કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરાયું હતું
એપીએમસીને 69 કરોડની જમીન 446 કરોડમાં આપી
મુખ્યમંત્રી રૂપાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં ઊંઝામાં વિશ્વ વિખ્યાત એપીએમસીનું નવીન માળખું બંધાવાનું છે, જેનું ખાતમુહૂર્ત કરાયું એનો મને આનંદ છે, ભાજપ સરકાર ખેડૂતલક્ષી સરકાર છે 69 કરોડની જમીન 446 કરોડમાં ઊંઝા એપીએમસીના અદ્યતન માર્કેટયાર્ડ માટે આપી છે, જેમાં ખેડૂત માલ વેચતા પહેલા એના ભાવો સ્કોલ ઉપર દેખી વેપાર કરશે, જેમાં એને પોષણક્ષમ ભાવો મળશે 2700 કરોડનો પાકવીમો અમે આપ્યો છે, 8 હજાર કરોડનાં માલની ટેકાનાં ભાવે ખરીદી ગત વર્ષે કરી હતી, આ વર્ષે ૩ હજાર કરોડનાં માલ ટેકાનાં ભાવે સરકારે ખરીદી ખેડૂતને સહાય કરી છે ખેડૂતને જીરો ટકા વ્યાજે ધિરાણ આપી ખેડૂત સમૃદ્ઘ તો ગામ સમૃદ્ધ, ગામ સમૃદ્ઘ તો શહેર અને શહેર સમૃદ્ધ તો ગુજરાત રાજ્યની સમૃદ્ધિને કોઈ રોકી નહિ શકેઆ સાથે મુખ્યમંત્રીના હસ્તે નગરપાલિકાના 39 કરોડના ટીપી રોડનું ખાતમુહૂર્ત પણ સમાંરભ સ્થળે કરાયું હતું
ડિસેમ્બરના લક્ષચંડી મહાયજ્ઞની જવાબદારી
ખાતમુહૂર્ત બાદ ઉમિયા માતાજી મંદિરે દર્શન અર્થે સીએમ પહોંચતાં સંસ્થાન દ્વારા સ્વાગત અભિવાદન બાદ સીએમએ આગામી ડિસેમ્બરમાં યોજાનાર ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞને મહેન્દ્રભાઈ એસપટેલ, બાબુભાઈ સાથે મળી માંનો ધાર્મિક ઉત્સવ રંગેચંગે સફળતાથી પાર પાડીશુંની જવાબદારી લીધી હતી