મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં IED બ્લાસ્ટ, નક્સલીઓએ સિક્યોરિટી ફોર્સની ગાડી ઉડાવી; 16 જવાન શહીદ

  • 5 years ago
ગઢચિરોલીઃમહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ બુધવારે બે મોટીને ઘટનાને અંજામ આપ્યો અહીં પેટ્રિલિંગ કરી રહેલાં સુરક્ષાકર્મીઓના વાહનને IED બ્લાસ્ટથી ઉડાવી દીધું, આ ઘટનામાં 16જવાન શહીદ થયા ઘટના સ્થળે હજુ પણ ફાયરિંગ ચાલી રહ્યું છે આ ઘટનાપહેલાં નક્સલીઓએ નજીકના વિસ્તાર કુરખેડામાં જ રોડ નિર્માણમાં લાગેલા 36 વાહનોને આગ લગાવી દીધી હતીવડાપ્રધાન મોદીએ આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે

જે કમાન્ડો શહીદ થયા છે તેઓ સી-60 ફોર્સના છે સી-60 ફોર્સ 1990થી ગઢચિરૌલીમાં તહેનાત છે આ ફોર્સને નક્સલી વિરોધી અભિયાનો માટે જ તહેનાત કરવામાં આવી હતી

10 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નક્સલીઓએ કુરખેડામાં મિક્સર મશીન, જનરેટર અને ટેન્કરોમાં પણ આગ લગાવી દીધી છે આ ઉપરાંત નક્સલીઓએ કુરખેડામાં મિક્સર મશીન, જનરેટર અને ટેન્કરોમાં આગ લગાવી તેની સાથે જ નક્સલીઓએ કુરખેડા-કોરચી માર્ગ પર ઝાડ કાપીને રસ્તો બંધ કર્યો હતો અને બેનર પોસ્ટર લગાવી દીધા હતા માનવામાં આવે છે કે, આ ઘટનામાં અંદાજે રૂ 10 કરોડનં નુકસાન થયું છે

Recommended