ગુજરાતના દરિયામાંથી ફરી ઝડપાયું ડ્રગ્સ. 311 કિલો ડ્રગ્સના જથ્થાને ઝડપી પડાયો. જેની કિંમત થાય છે 1800 કરોડ. ગુજરાત ATSને મળી હતી બાતમી કે, પાકિસ્તાનનો ફીદા નામનો ડ્રગ્સ માફિયા ફિશિંગ બોટમાં ડ્રગ્સ ભરીને આવી રહ્યો છે. બાતમીના આધારે ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડ સતર્ક હતા. પાકિસ્તાનની બોટમાં ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવી રહ્યો હતો. આ સમયે કોસ્ટ ગાર્ડની શીપ જોઈ પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયામાં ફેંકી ભાગી ગયા. બાદમાં કોસ્ટ ગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો. પોરંબદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઑપરેશન હાથ ધરાયું હતું. ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ ATSની તપાસમાં ખુલ્યું હતું. ગુજરાત ATSના અનુસાર, ડ્રગ્સનો આ જથ્થો ગુજરાત નહીં. પણ તમિલનાડુ લઈ જવાનો હતો. ડ્રગ્સનો જથ્થો લેવા તમિલનાડુથી બોટ પણ આવવાની હતી. બીજી તરફ ડ્રગ્સ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ દાણચોરી સામેની લડાઈમાં આ સફળ કામગીરી ગણાવી. તો બીજી તરફ પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહાર કરી આરોપ લગાવ્યો કે, ગુજરાત ડ્રગ્સ અને દાણચોરીનું પ્રવેશદ્વાર બની ગયું છે.
Category
🗞
News