Skip to playerSkip to main contentSkip to footer
  • 3/29/2025
આણંદના વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ અને યુનિવર્સિટીના રજિસ્ટ્રારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ.. કુલપતિ નિરંજન પટેલ અને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ભાઈલાલ પટેલ 'આંખે મારે' ગીત પર વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો.. વિવાદ વકરતા કુલપતિએ નિવેદન આપ્યુ કે કલા, સંગીત અને સાહિત્યના પ્રચાર માટે કાર્યક્રમ યોજાયો હતો.

આણંદના વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ અને યુનિવર્સિટીના રજિસ્ટ્રારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ. કુલપતિ નિરંજન પટેલ અને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ભાઈલાલ પટેલ બોલિવુડ ફિલ્મ શિંબાના ગીત લડકી આંખે મારે ગીત પર વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો. 25 માર્ચે રાત્રે વિદ્યાનગરમાં બોલીવુડના રાજદીપ ચેટર્જીના મ્યુઝિક કોન્સર્ટ યોજાયો હતો. જેમાં યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રાર ડાન્સ કરતા વિવાદ થયો. વિવાદ વધુ વકરતા કુલપતિએ નિવેદન આપ્યુ કે કલા, સંગીત અને સાહિત્યના પ્રચાર માટે આ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં કલા જાગૃતિ વધુ અને સંગીત પ્રત્યે રૂચિ વધે તે માટેનો આ કાર્યક્રમ હતો..

Category

🗞
News

Recommended