અમદાવાદમાં બોપલ ઘુમા પાસે અકસ્માત, બે કાબુ કારે લીધો વૃદ્ધનો ભોગ

  • 2 years ago
બોપલ ઘુમા રોડ પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી સવારે લાલગેબી આશ્રમ પાસે આ બનાવ બન્યો હતો. એક કારચાલક મુખ્ય રોડથી મેદાનમાં ઘુસી આવી મેદાનમાં ઉભેલા એક વૃદ્ધને અડફેટે લીધા હતા. જેમાં ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે કાર ઝાડીઓમાં ફસાઈ ગઈ હતી. ઘટના સ્થળે હાજર લોકોએ જોયું તો કારમાં દારૂની બોટલ જોના મળી હતી. આ સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.