નવી સરકારમાં કેટલાક હયાત મંત્રી પડતા મૂકાશે, નવા ચહેરા સમાવાશે

Sandesh

by Sandesh

1 078 views
નવી સરકારની શપથવિધિમાં ભૂપેન્દ્ર પટેલના વર્તમાન મંત્રીમંડળમાંથી કેટલાક મંત્રીઓ પડતા મૂકાય તો નવાઇ નહીં. સોમવારે બપોરે બે કલાકે અસ્તિત્ત્વમાં આવનારી નવી સરકારમાં મુખ્યમંત્રી સહિત 25 કે તેથી વધુ પરંતુ 28 સભ્યોનું મંત્રીમંડળ આકાર લેશે તેમ મનાય છે. જેમાં જૂના જોગીઓ સહિત અનેક નવા ચહેરાને સ્થાન મળશે. આ વખતે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપનો ઉદય થયો છે આથી પ્રત્યેક જિલ્લા અને જ્ઞાતિ સમાજનું સંતુલન સાધીને ભાજપ મંત્રીમંડળ, વિધાનસભામાં અધ્યક્ષ સહિત છ જેટલા પદો મારફતે પ્રતિનિધિત્વ ઉભું કરશે. ઉલ્લેખનીય છે કે 156 પૈકી 63 સિટિંગ અને 22 પૂર્વ ધારાસભ્યો છે. જ્યારે 71 ઉમેદવારો પહેલીવાર વિધાનસભામાં પહોંચ્યા છે. જેમાંથી 12 તો પાલિકા-પંચાયતોમાં મેયર, ડેપ્યુટી મેયર કે પ્રમુખ કે વિવિધ સમિતિઓના અધ્યક્ષ રહી ચૂકયા છે. જ્યારે જ્ઞાતિ સમાજ મુજબ 156માંથી 41 પાટીદારો અને OBC ગ્રૂપની 14 જ્ઞાતિ સમાજોમાંથી 55 ઉમેદવારો જીત્યા છે.