હસમુખ ઠાકોર અને રંજનબેન ખાંટ જોડાયા ભાજપમાં

Sandesh

by Sandesh

1 view
ગાંધીનગર મહાનગર પાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર હસમુખ ઠાકોર અને રંજનબેન ખાંટ ભાજપમાં જોડાયા. બે ટર્મ કોર્પોરેટર રહેલા અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા જુગાજી ઠાકોરના પુત્ર હસમુખ ઠાકોર ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર ઉત્તર બેઠકના ઉમેદવાર રીટાબેન પટેલના સમર્થનમાં સાંસદ જુગલજી ઠાકોરની સભા હતી ત્યારે બંને પૂર્વ કોર્પોરેટર ભાજપમાં વિધિવત જોડાયા છે.