ચૂંટણી પહેલાં રોકડ જપ્ત, સુરતમાં કોંગ્રેસના કાર્ડવાળી ઇનોવા કારમાંથી 75 લાખ મળ્યા

  • 2 years ago
ગુજરાતના સુરત જિલ્લામાં ઇનોવા કારમાંથી 75 લાખ રૂપિયા જપ્તા કરાયા છે. આ ઘટના મહિધરપુરા વિસ્તારના જદાખાડી મોહલ્લામાં આવેલ રંગરેજ ટાવરની પાસેના કોંગ્રેસના કાર્ડવાળી એક ઇનોવા કારમાંથી 75 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મોડી રાત્રે ચેકિંગ દરમિયાન કાર પકડાઇ હતી. સ્ટેટિક ટીમ દ્વારા પુછપરછ શરૂ કરવામાં આવી હતી. કારમાં સવાર ત્રણમાંથી એક ભાગી છૂટ્યો હતો. બે લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે. કહેવાય છે કે ધારા આંગડિયા મારફતે રોકડા આવ્યા હતા. કાર મહારાષ્ટ્ર પાસીંગની વિનાયક ટ્રાવેલ્સના નામે છે. આ સમગ્ર ઘટના બનતા આવક વેરાની ટીમ તપાસ માં જોડાય ગઇ છે.

Recommended