ચંદનજી ઠાકોરના નિવેદનથી હોબાળો, ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી

  • 2 years ago
ગુજરાત વિધાનસભા ચૂંટણીના માહોલમાં નિવેદનબાજી તેજ થવા લાગી છે. સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું હતું, જેના કારણે વિવાદ સર્જાયો હતો. તેમણે કહ્યું હતું કે જો દેશને બચાવી શકાય છે, તો માત્ર મુસ્લિમો જ બચાવી શકે છે. આ મામલે હવે ગુજરાત ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

ગુજરાત ભાજપે સિદ્ધપુર કોંગ્રેસના ઉમેદવારના 'લઘુમતી તુષ્ટિકરણ' ભાષણ અંગે ફરિયાદ નોંધાવી છે. ભાજપે ગુજરાતના સીઈઓને પત્ર લખીને તાત્કાલિક અને ગંભીર પગલાં લેવાની માંગ કરી છે. ભાજપે પત્ર લખીને કહ્યું કે, ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં આદર્શ આચાર સંહિતા નોટિફિકેશન રજૂ થયાની તારીખથી લાગુ થાય છે. સિદ્ધપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે એક જાહેર સભામાં પ્રતિનિધિત્વની જોગવાઇનું ઉલ્લંઘન કર્યું છે.