નાગરિકોની સુરક્ષા મારી પ્રાથમિક્તા: CJI ડીવાય ચંદ્રચુડ

  • 2 years ago
દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા બાદ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લીધા પછી, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું છે કે સામાન્ય નાગરિકોની સેવા કરવી તેમની પ્રાથમિકતા છે. "રજીસ્ટ્રી સુધારા હોય... ન્યાયિક સુધારા હોય, અમે દરેક બાબતમાં નાગરિકોનું ધ્યાન રાખીશું," તેમણે કહ્યું. તે લોકોને માત્ર શબ્દોથી નહીં, પરંતુ કામ કરીને વિશ્વાસ અપાવશે.
બંધારણીય અધિકારોનું રક્ષણ, LGBTQI સમુદાયના અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સંબંધિત નિર્ણયો માટે જાણીતા જસ્ટિસ ડૉ ડીવાય ચંદ્રચુડ દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે.