સૌરાષ્ટ્ર યુનિ.ના પેપરલીક કાંડ બાદ વ્યવસ્થામાં ફેરફાર, વોટરમાર્ક સાથે પેપરોનું વિતરણ કરાશે

  • 2 years ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક બાદ પરીક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે. ચર્ચામાં રહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કાંડ બાદ હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ હવે આગામી 9 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષામાં કોલેજના વોટરમાર્ક સાથે પેપરનું વિતરણ થશે. આ સાથે હવેથી ઈ-મેઈલ દ્વારા પ્રશ્નપત્ર મોકલવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આજે ઇ-મેઇલથી પેપર મોકલવાનો મોકટેસ્ટ થશે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોલેજોમાં બંડલથી મોકલતા પેપર લીક થતા આ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. અગાઉ પરીક્ષાના એક દિવસ પહેલા જ પેપરની કોપી ફરતી થઈ હતી. ત્યારબાદ હવે પેપર લીકની ઘટનાઓ અટકાવવા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક નહીં થાય તેવો દાવો કરવામાં આવ્યો છે.