મોરબી દુર્ઘટનામાં હાઈટેક મશીને શોધ્યા નદીમાંથી મૃતદેહો

  • 2 years ago
મોરબીમાં બનેલી દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધો છે. મોરબી પુલ તૂટવાની ઘટનામાં140થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં કોઈએ પોતાના માતા-પિતા તો કોઈએ પતિ-પત્ની અને બાળકો ગુમાવ્યા છે. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 18 વર્ષ સુધીના 56 બાળકોના આ ઘટનામાં મોત થયા છે અને પુખ્ત વયના 78 લોકોના મોત થયા છે. મોરબીની ગોઝારી પુલ દુર્ઘટના સ્થળે 20 કલાકો બાદ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. ભારતીય સેના, નેવી અને ફાયર બ્રિગેડના જવાનો ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે. પોલીસના જવાનો અને તરવૈયાઓ બચાવ કામગીરીમાં ભારે મહેનત કરી રહ્યા છે. તો બીજી તરફ બચાવ કામગીરી માટે વિશેષ મશીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.