નૂતન વર્ષે અમિત શાહ નિવાસસ્થાને, CM સર્કિટહાઉસમાં નાગરીકોને મળશે

  • 2 years ago
વિક્રમ સંવત 2079ના આરંભે બુધવારે ગાંધીનગરના સાંસદ અને ભારતના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ સ્થિત પોતાના નિવાસસ્થાને તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સ્થિત સર્કિટહાઉસ ખાતે રાજ્યના નાગરીકો સાથે શુભેચ્છા મૂલાકાત કરશે. ગુજરાતી નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓનું આદાન પ્રદાન અને મંગલ કામના વ્યક્ત કરશે.