ખેડાના ખોખરવાડામાં 300 વીઘામાં ઉગાડવામાં આવેલ મગફળીને નુકસાન

  • 2 years ago
સમગ્ર ગુજરાતમાં વરસાદની છેલ્લી ઈનિંગ ચાલી રહી છે અને પાછોતરો વરસાદ છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે. ત્યારે આ વરસાદના કારણે તૈયાર થયેલ ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ મહામહેનતે મગફળી અને ડાંગર જેવા પાકો વાવી ભારે જહેમતથી ઉછેર્યા હતા અને હાલ આ પાકો તૈયાર થઈ ગયેલ છે થોડા જ દિવસમાં મગફળી કાઢવાની શરૂઆત થવાની હતી. પરંતુ પાછોતરો વરસાદ વરસતા મગફળીના પાકને નુકસાન થયું છે. મગફળી જમીનમાં તૈયાર થઈ છે અને વરસાદ વરસતા જમીનની અંદર જ બગડી રહી છે.

Recommended