• 2 years ago
આવતીકાલે નવમું નોરતું. આસો સુદ નોમના દિવસે વિશ્વપ્રસિદ્ધ રૂપાલ વરદાયીની માતાની પલ્લી યોજાશે. બે વર્ષ બાદ ભકતો પલ્લીમાં ભાગ લઇ શકશે તેને લઇને માઇ ભકતોમાં ખૂબ ઉલ્લાસ છે. બે વર્ષથી માતાજીની પલ્લી માત્ર રૂપાલના ગ્રામજનો પૂરતી જ મર્યાદિત રહી હતી. બે વર્ષ પછી રૂપાલની પલ્લીનો મેળો ભરાવાનો હોવાથી દર વખત કરતાં આ વર્ષે દોઢ થી બે ગણી વધુ પબ્લિક આવશે તેવું રૂાપલ વરદાયિની મંદિરના ટ્રસ્ટનું માનવું છે. ટ્રસ્ટ દ્વારા પલ્લીના દર્શન દેશાવર બેઠેલા ભકતો પણ કરી શકે તે માટે લાઇવ પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું છે. સુવર્ણજડિત ગર્ભગૃહ સહિત મંદિર પરિસરમાં 20 CCTV કેમેરાથી બાજ નજર રખાશે. તેમજ પલ્લી પરિભ્રમણ માર્ગ પર 18 સીસીટીવ કેમેરાથી નજર રખાશે.

આ વખતે અખંડ નવરાત્રી રહી. નવેનવ દિવસ સળંગ નવરાત્રી હોવાથી તેનો આનંદ જ અલગ હોય છે. આજનો મહિમા અનેરો છે. ગાંધીનગરની નજીક આવેલા રૂપાલ વરદાયિની માતાજીના મંદિરે પરંપરાગત પલ્લી ભરાશે. ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

Category

🗞
News