અમદાવાદથી મુંબઈની આ ટ્રેનનું ભાડુ 3500 રૂપિયા?

  • 2 years ago
અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેન બાદ સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ દોડશે. દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવરાત્રિમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થાય એની તૈયારીના ભાગરૂપે કાલુપુર રેલવે સ્ટેશનથી આજે ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. ટ્રેનને 130 કિમીની ઝડપે દોડાવીને ટ્રાયલ રન કરવામાં આવ્યો.
આ બધા સાથે મેઇન વાત અને જેમાં બધાને રસ પડે એ વાત છે ટ્રેનની ખાસિયતો..
ટ્રેનમાં ચેરકાર અને એક્ઝિક્યુટિવ ચેરકાર સીટ છે જે 180 ડિગ્રી સુધી ફેરવી શકાશે. ટ્રેન સેમી ઑટોમેટિક એવા ફૂલ AC થી સજ્જ હશે અને આ ટ્રેનમાં 1128 પેસેન્જર મુસાફરી કરી શકશે જેના માટે 16 કોચ હશે.. આ ઉપરાંત ટ્રેનમાં વાઇફાઈ, AC, ચાર્જિંગ સોકેટ જેવી સુવિધાઓ પણ હશે તો GPS તથા ઑટોમેટિક દરવાજા હશે અને CCTVની પણ સુવિધા હશે. આ ટ્રેનનું ભાડું લગભગ 3500 રૂપિયા હશે જે અમદાવાદથી મુંબઈનું અંતર 6 કલાકમાં કાપશે. વર્ષ 2023 સુધીમાં અમદાવાદ-મુંબઈ સહિત 75 રૂટ પર આ ટ્રેન દોડાવાશે