નેશનલ ક્રાઇમ રેકોડ્ર્સ બ્યૂરો આત્મહત્યાને કારણે થયેલા મોતના આંકડા દર્શાવ્યા

  • 2 years ago
દેશમાં આત્મહત્યાને કારણે થયેલા મોતના આંકડા વિશે નેશનલ ક્રાઇમ રેકોડ્ર્સ બ્યૂરો (NCRB)ના ખૂબ જ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. NCRBના નવા રેકોર્ડ્સ અનુસાર વર્ષ 2021માં દર 10 લાખ લોકો પૈકી 120 લોકોએ આત્મહત્યા કરીને પોતાની જીવનદોર ટૂંકાવી હતી. આ આંકડો ગયા વર્ષની તુલનામાં 7.2 ટકા જેટલો વધી ગયો છે. 2021માં 1.64 લાખથી વધારે લોકોએ આત્મહત્યા કરી હતી એટલે કે રોજ 450 મોત સ્યુસાઇડને કારણે થયા હતા. રિપોર્ટ અનુસાર ડેઇલી વેજ અર્નર (રોજ કમાણી કરનાર વર્ગ)ના લોકો 2021માં આત્મહત્યા કરનારા સૌથી મોટા પ્રોફેશનલ ગ્રૂપમાં સૌથી મોટો હતો.

Recommended