કોસ્ટગાર્ડે વલસાડના દરિયામાં ડૂબતી બોટમાં ફસાયેલા માછીમારોને એરલિફ્ટ કર્યાં

  • 2 years ago
દમણ કોસ્ટગાર્ડે વલસાડના મધદરિયામાં ડૂબતી બોટમાંથી 13 જેટલા માછીમારોને હેલિકૉપ્ટરની મદદથી દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ માછીમારો પૈકી 10ને એરલિફ્ટ કરીને કિનારે લાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ત્રણ માછીમારોએ બેટ છોડવાનો ઈનકાર કર્યો હતો.