‘બોગસ ખેડૂત કૌભાંડમાં સંડોવાયેલા શખ્સો જેલમાં જવાની તૈયારીઓ રાખજો’

  • 2 years ago
માતર તાલુકામાં બોગસ ખેડૂત કૌભાંડની તપાસ અર્થે ખુદ રાજયના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી શનિવારે માતર મામલતદાર કચેરીમાં ઓચિંતા આવી પહોંચ્યા હતા. કચેરીમાં જમીનની ફેરફારની કુલ 1730 નોંધોની ચકાસણી કરાઈ હતી. જે પૈકી 628 કેસો શંકાસ્પદ મળ્યા હતા. જેની ચકાસણી માટે 500 લોકોને પુરાવાઓ રજૂ કરવા અને 260 વ્યકિત સામે કલમ 84 સી હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જમીન જેહાદના મૂળ સુધી પહોંચીને ઇપીકો કલમ 465, 467, 468 મુજબ કાર્યવાહી હાથ ધરાશે. બોગસ ખેડૂત કૌભાંડમાં સંડોવાયેલા શખ્સો જેલમાં જવાની તૈયારીઓ રાખજો, આ કામમાં સંડોવાયેલા અધિકારીઓને પણ નહીં છોડાય તેમ મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું.