રાજકોટમાં રીક્ષા ઉપર લટકીને જીવના જોખમે શાળાએ જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ

  • 2 years ago
રાજકોટમાં સ્કુલ રિક્ષાચાલકે વિદ્યાર્થી બાળકોને રીક્ષાની ઉપર બેસાડતા ચકચાર મચી છે. રીક્ષાની ઉપર બેસેલા બાળકોનો વિડીયો હાલ વાઈરલ થયો છે. મળતી માહિતી અનુસાર આ વિડીયો PDM કોલેજ પાસેનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જીવના જોખમે શાળાએ જઈ રહેલા બાળકોનો વિડીયો વાઈરલ થતા લોકોમાં રિક્ષાચાલક વિરુદ્ધ રોષ ફેલાયો હતો. જેથી રિક્ષાચાલક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.