બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને આપ્યું રાજીનામું

  • 2 years ago
સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. બ્રિટિશ મીડિયા અનુસાર, બોરિસે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામા બાદ પણ તેઓ થોડા સમય માટે વડાપ્રધાન પદ પર રહેશે. બોરિસ આજે દેશને સંબોધિત કરશે. સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના ધારાશાસ્ત્રીઓ દ્વારા બળવો કર્યા બાદ વડાપ્રધાન બોરિસ જોનસન મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 24 કલાકથી ઓછા સમયમાં 41 મંત્રીઓ અને સંસદીય સચિવોએ રાજીનામું આપ્યું છે. એટલું જ નહીં, ગૃહમંત્રી પ્રિતી પટેલ અને પરિવહન મંત્રી ગ્રાન્ટ શૅપ્સ સહિત બે ડઝન વરિષ્ઠ મંત્રીઓએ બુધવારે પીએમને મળ્યા હતા.