ગુજરાતમાં ચૂંટણી પહેલા AAP-BTP વચ્ચે ગઠબંધનના સંકેત

  • 2 years ago
ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસની સાથે હવે આમ આદમી પાર્ટીએ પણ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત આપ આદિવાસી સમાજના મત પોતાની તરફેણમાં કરવા માટે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) સાથે ગઠબંધન કરી શકે છે. તાજેતરમાં જ આપના ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ બીટીપી નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરી હતી.