• 4 years ago
[New] Satsang diksha kirtan | Satsang dikshar granth mahima | Jay ho satsang diksha granth | Latest Kirtan

સત્સંગદીક્ષા ગ્રંથ
ગ્રંથકાર - પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ
શ્લોક રચયિતા - પૂજ્ય ભદ્રેશ સ્વામી
ગીત : કુણાલ વ્યાસ
ગાયક : જયદીપ સ્વાદિયા

**************************************************************

જય હો સત્સંગદીક્ષા ગ્રંથ...

હે મહંત સ્વામીની કૃપા ઘણેરી,ગ્રંથ તણી આ ભેટ સુનેરી,
શાસ્ત્ર સકળનો સાર સમૂળો સુગમ કરી સહસ્તે લખેલી...
જય હો સત્સંગદીક્ષા ગ્રંથ...

હે દર્શન આ અક્ષરપુરુષોત્તમ નું સહસ્ય ગૂઢ આ સર્વ શાસ્ત્રનું,
મોક્ષ તણા આ જ્ઞાનને કાજે શ્રી પુરુષોત્તમ પ્રગટ્યા ત્યાં જે...
જય હો સત્સંગદીક્ષા ગ્રંથ...

અક્ષરરૂપે બ્રહ્મરૂપ પામે,
ઉપાસનાનો સાર અનેરો ગુણાતીતની વાત ઘુટેલો વાગ્યો સિદ્ધાંત સમ...
જય હો સત્સંગદીક્ષા ગ્રંથ...

ભગતજી અને શાસ્ત્રી ગુરુના,અથાગ જે પુરુષાર્થ મૂળ,
હે યોગીજીને પ્રમુખ સ્વામીનાં સંકલ્પો જે મૂળમાં,
મહંત સ્વામી એ પ્રેમે છેડેલો જ્ઞાન તણો સુર સુરીલો,
મહંત સ્વામીએ સ્વયં જીલેલો,ગુરુવરીઓએ સ્વયં જીવેલો...
જય હો સત્સંગદીક્ષા ગ્રંથ...

મહંતની કરુણાતો જોવો ચોસઠ દિવસનો દાખડો કેવો,
આરંભી વસંત પંચમીએ હરિ જયંતિએ વિરમેરીએ,
ગુરુપુનમની આ ભેટ અમૂલી,ગુરુ પૂજનની રીત અલૌકિક,
નેનપુરની ધરા બની ગઈ ધન,રચિયો આ જ્યાં શુભ ગ્રંથ...
જય હો સત્સંગદીક્ષા ગ્રંથ...

આ ગ્રંથ તણો શુ સાર સમજવો,દીક્ષા રૂપી સંકલ્પ સમજવો,
સ્વરૂપ સમજવું સિદ્ધાંત જીવવો,નિયમ નિશ્ચય ને પક્ષ દ્રઢાવવો...
જય હો સત્સંગદીક્ષા ગ્રંથ..

**************************************************************

પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સ્વયં એક નૂતન ગ્રંથ લખીને તા. 5 જુલાઈ 2020 ના રોજ ગુરુપૂર્ણિમાના આશીર્વાદ રૂપે સત્સંગ સમાજને વિશિષ્ટ ભેટ આપી છે. ગ્રંથનું નામ છે - "સત્સંગદીક્ષા".

પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ગુજરાતીમાં લખેલા આ ગ્રંથને સંસ્કૃત શ્લોકમાં ગૂંથીને તૈયાર કરવામાં આવ્યો છે.
પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત ભક્તિમાર્ગનું નિરૂપણ કરતા શાસ્ત્ર - "અક્ષરપુરુષોત્તમ સંહિતા" એ નામના ગ્રંથ અંતર્ગત આ "સત્સંગદીક્ષા" ગ્રંથને સમાવવામાં આવ્યો છે.

આ "સત્સંગદીક્ષા" ગ્રંથમાં અંતર્દૃષ્ટિ, પ્રાપ્તિનો વિચાર, મહિમાનો વિચાર, આત્મવિચાર, ભગવાનના કર્તૃત્વનો વિચાર, ગુણગ્રહણ. દિવ્યભાવ, ઘરસભા, અઠવાડિક સભાઓ, નિત્ય વાંચન, શાસ્ત્રવાંચન, બાળસંસ્કાર, યુવાસંસ્કાર, સદાચાર, તત્વજ્ઞાન, ભક્તિ વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સૌ ભક્તોને આ 'સત્સંગદીક્ષા' ગ્રંથના નિત્ય પાઠનો આદેશ આપ્યો છે.

Jay ho satsang diksha granth
Satsang diksha new kirtan
Satsangdiksha kirtan
Satsangdiksha Audio with Lyrics
Swaminarayan dhun
BAPS kirtan
satsang diksha
satsang diksha audio
satsang diksha baps
satsang diksha granth
satsang diksha shlok
satsang diksha mantra
satsang diksha shreni
satsang diksha granth baps
satsang diksha mukhpath
satsang diksha granth audio by madhurvadan swami
satsang diksha sanskrit

All track and video used from of BAPS swaminarayan sanstha.
No copyright infringement intended .
Music is not owned by me.
Audio use from audio cd/dvd.
BAPS Swaminarayan Sanstha Aksharpith,
Shahibag Road, Ahmadabad 380004
Gujarat, India

i use ads for our basic expenses and efforts.

Note : This is not the official BAPS channel.

Category

🎵
Music

Recommended