Navgujarat Samay News Fatafat on 12th December 2020, Afternoon Update

  • 4 years ago

દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદઃ જલાલપોર-ચીખલી-ખેરગામ 1.5 ઇંચ, વાંસદા-ગણદેવી 1 ઇંચ વરસાદઃ સંખેડાના કંડેવાર ગામનું તળાવ ફાટતાં પાણી ગામમાં ઘુસ્યાં

આંદોલનકારી ખેડૂતોએ હવે દેશનાં તમામ ટોલ નાકાને ફ્રી કરવાની નવી માગણી ઊઠાવીઃ દિલ્હી-જયપુર અને આગ્રા હાઇવે આજથી બંધ કરવાની જાહેરાત કરી જાહેરાતઃ આંદોલનને લીધે ગુજરાતમાં પંજાબ-હરિયાણાના ડુંગળી-બટાકા આવતા બંધ થયા

વિદ્યા બાલનની ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ની અભિનેત્રી આર્યા બેનરજીની લાશ તેના દક્ષિણ કોલકાતાના જોધપુર પાર્ક સ્થિત ઘરમાંથી સંદિગ્ધ પરિસ્થિતિમાં મળી

અમદાવાદના ચાંદલોડિયામાં માથાભારે પ્રદીપ ઉર્ફે માયા ડોનની કૌટુંબિક બનેવીએ તલવારના ઘા ઝીકી ક્રૂર હત્યા કરીઃ સોલા પોલીસે બે આરોપીની અટકાયત કરી

રાજ્યમાં બદલાયેલા વાતાવરણમાં ધુમ્મસ છવાયું હાઇવે પર વિઝિબિલિટી ઘટીઃ અમદાવાદના ચાંગોદર- બાવળા હાઈવે પર ધુમ્મસથી ઘણા વાહનો તેમજ લોકો રસ્તામાં જ થોભી ગયા