મોદી-ટ્રમ્પના રોડ શોના રૂટ પર દેશના અલગ અલગ રાજ્યના નૃત્ય કલાકારો પારંપારિક નૃત્ય પર્ફોર્મ કરશે

  • 4 years ago
અમદાવાદઃનરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રોડશોને આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે તેમના રોડ શોને લઇને તૈયારીઓ હવે પૂર્ણતાને આરે છે રોડ શોના રૂટ ઉપર ઠેર ઠેર સ્ટેજ બાંધવામાં આવ્યા છે જ્યાં સમગ્ર દેશમાંથી કલાકારો આવીને પોતપોતાના પારંપારિક નૃત્યોનું પર્ફોર્મન્સ કરશે જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, પંજાબ વગેરે જેવા રાજ્યોના લોકો પારંપારિક નૃત્ય પર્ફોર્મ કરવાના છે જેને લઇને આજે ભાગ લેનારા તમામ રાજ્યના નૃત્ય કલાકારોએ રિહર્સલ કર્યું હતું

Recommended