સુરતના માંગરોળની સરકારી સ્કૂલમાં ચાઈનીઝ, સંસ્કૃત અને ઉર્દુ સહિત 7 ભાષા શીખવાય છે

DivyaBhaskar

by DivyaBhaskar

1 view
સુરત: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝાંખરડા ગામની સ્કૂલના વિદ્યાર્થીઓ હિન્દી કે અંગ્રેજી તો ઠીક, સંસ્કૃત, ઉર્દૂ અને ચાઈનીઝ ભાષામાં પણ એકદમ સહજ છે જોકે, આ કોઈ સ્વૈચ્છિક સંસ્થા નથી, પરંતુ સરકારી સ્કૂલ છે અહીં ઈન્ટરનેટની મદદથી વિદ્યાર્થીઓને વિવિધ ભાષાઓની સાથે ગણિતનું પણ આ જ રીતે જ્ઞાન અપાય છે ઝાંખરડાની વસતી માંડ 600 છે અને અહીં ફક્ત 1થી 5 ધોરણ ભણવાની વ્યવસ્થા છે આ સ્કૂલમાં હાલ 73 વિદ્યાર્થી ભણે છે સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના ઝાંખરડા ગામની સરકાર માન્ય પ્રાથમિક શાળાના આચાર્ચ બાળકોમાં શિક્ષણ, સંસ્કાર અને સામાન્ય જ્ઞાન આપવાની વાતે અનોખી કામગીરી કરતા આવ્યા છે અહીંનાં બાળકો વિદેશી ભાષા સાથે જુદી 7 ભાષાના જાણે છે આટલું જ નહીં પણ ગણિત વિષય પર પણ બાળકોની મજબુત પક્કડ છે