લુધિયાણામાં રોડ અકસ્માત દરમિયાન રેપર બાદશાહ માંડ-માંડ બચ્યો

  • 4 years ago
રૈપર બાદશાહનો પંજાબના લુધિયાણામાં અકસ્માત થયો હતો બાદશાહનો અકસ્માત નેશનલ હાઈવે 1 પર સરહિંદ તથા મંડી ગોવિંદગઢની વચ્ચે થયો હતો જોકે, આ અકસ્માતમાં બાદશાહને કોઈ ઈજા થઈ નહોતી બાદશાહ શૂટિંગ માટે જતો હતો અને ત્યારે આ અકસ્માત સર્જાયો હતો સૂત્રોના મતે, એક ટેન્કર જ્યારે આર્મી ટ્રક સાથે અથડાયું ત્યારે પાછળથી આવતા 50થી વધુ વાહનો એકબીજા સાથે અથડાયાં હતાં આ અકસ્માતમાં બાદશાહની કાર પણ ડેમેજ થઈ હતી જોકે, એરબેગ્સ ખુલી જવાને કારણે બાદશાહને કોઈ ઈજા થઈ નહોતી હાલમાં બાદશાહ પંજાબમાં એમી વિર્ક સાથે શૂટિંગ કરી રહ્યો છે

Category

🥇
Sports

Recommended