રાજપથ ક્લબ નજીક કાર ફંગોળાઈ ફૂટપાથ પર બેસેલો શખ્સનો ચમત્કારિક બચાવ, CCTVમાં કરિશ્મા કેદ થયો

DivyaBhaskar

by DivyaBhaskar

30 286 views
અમદાવાદ:ગઈકાલે બપોર બાદ ઈસ્કોન બ્રિજ તરફથી ગાંધીનગર તરફ જતા રોડ પર પૂરપાટ દોડતી એક કાર ફંગોળાઈ હતી અચાનક કાર કોઈ કારણસર આગળથી ચોંટી ગઈ હતી અને સરકતી સરકતી ફૂટપાથના ડિવાઈડરને ટકરાઈને 15 ફૂટ ઉછળીને પલટી મારી ગઈ હતી આ બનાવ બન્યો ત્યારે ત્યાં સાઈન બોર્ડ નજીક ફૂટપાથ પર એક વ્યક્તિ બેઠો હતો કાર ડિવાઈડરને અથડાઈને ઉછળીને તેની નજીકથી નીકળી ગઈ હતી અને તેનો ચમત્કારિક બચાવ થયો હતો રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત સાર્થક કરતા અકસ્માતના બનાવમાં જિંદગી અને મોત વચ્ચે માત્ર એક સેકન્ડનું જ અંતર રહી ગયું હતું આ સમર્ગ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો