સિવિલ હોસ્પિટલના મેઈન ગેટ બહાર બે નશાખોરોનો હુમલો, બાઈકની હેડલાઈટ, રિક્ષાના કાચ તોડ્યા

  • 4 years ago
સુરતઃસિવિલ હોસ્પિટલના મેઈન ગેટ બહાર બે નશાખોરોએ આજે ભારે હોબાળો મચાવી દંડા અને પટ્ટા વડે લોકો પર હુમલો કરી દીધો હતો જેમાં એક રાહદારીની બુલેટ બાઈકની હેડલાઈટ અને રિક્ષાના કાચ તોડી નાખ્યા હતા



સુરત સિવિલ હોસ્પિટલના મેઈન ગેટ બહાર નશાખોર બે જણા એ આજે ભારે હોબાળો મચાવ્યો હતો દંડા અને પટ્ટા વડે લોકો પર હુમલો કરી દીધો હતો અચાનક લોકોનું ટોળું ભેગું થઈ જતા બન્ને નશાખોરોને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે એક રાહદારીની બુલેટ બાઈકની હેડલાઈટ અને રિક્ષાના કાચ તોડી નાખ્યા હતા બન્ને નશાખોરોએ દરમિયાન ટ્રાફિક બ્રિગેડનો જવાન છોડાવવા જતા તેની સાથે પણ ઝપાઝપી કરી મારવાનો પ્રયાસ કરતા ચર્ચાનો વિષય બન્યો હતો જોકે, ટ્રાફિક બ્રિગેડના જવાને તાત્કાલિક 100 નંબર પર કોલ કરી પીસીઆર વાન બોલાવી લેતા બન્ને નશાખોર યુવાનો સિવિલ હોસ્પિટલમાં ભાગી ગયા હતા પોલીસે એકને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી