અમદાવાદના લો ગાર્ડનની ખાઉ ગલી હવે હેપ્પી સ્ટ્રીટ, હેરિટેજ લૂક, સાયકલ ટ્રેક અને અનોખી ફૂટપાથ

  • 4 years ago
અમદાવાદ:ખાવા-પીવાના શોખીન અમદાવાદીઓ માટે લો ગાર્ડન પાસે બનાવાયેલી 'હેપ્પી સ્ટ્રીટ ફૂડ' તૈયાર થઈ ગઈ છે ફેબ્રુઆરીથી અમદાવાદીઓ હેપ્પી સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી શકશે આ અંગે DivyaBhaskarએ એક સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કર્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલી 'હેપ્પી સ્ટ્રીટ ફૂડ'ની DivyaBhaskar દ્વારા મુલાકાત લેવામાં આવી હતી 'હેપ્પી સ્ટ્રીટ ફૂડ'માં એક તરફ લો ગાર્ડન તરફથી શરૂ થતી 31 મોટી અને ત્રણ પ્રકારની 11 નાની ફૂડ વાન ઉભી રહેશે એક ફૂડ વાન આગળ 24 લોકો બેસી શકે તેટલી જ જગ્યા રખવામાં આવી છે તેની સામેની બાજુએ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે જ્યાં ટૂ વ્હીલરો પાર્ક કરી શકાશે પાર્કિંગની સાઈડમાં એક સાયકલ ટ્રેક અને ફૂટપાથ પણ બનાવવામાં આવી છે આખી સ્ટ્રીટ ફૂડને હેરિટેજ સ્ટ્રીટ દેખાય તેવો લુક આપવામાં આવ્યો છે ફૂડ વાનો જ્યાં ઉભી રાખવાની જગ્યા છે, તેની આગળ એક ડ્રેનેજ લાઈન પણ નાખવામાં આવી છે જેના કારણે તમામ પાણી અને કચરો ત્યાંથી તાત્કાલિક દૂર થઇ જાય અને સ્વચ્છતા જળવાઈ રહેશે