હોબર્ડે ખરીદેલી જૂની આરામ ખુરશીમાંથી 30 લાખ રૂપિયા નીકળ્યા, જે તેણે જુના માલિકને પરત કર્યા

  • 4 years ago
અમેરિકામાં 50 વર્ષના એક વ્યક્તિની પ્રામાણિકતાના સોશિયલ મીડિયા યુઝર્સ હાલ વખાણ કરી રહ્યા છે હોબર્ડ કિર્બીને એક જૂની આરામ ખુરશી ખરીદી હતી, જેમાં 3054 લાખ રૂપિયા હતા હોબાર્ડે ખુરશીના માલિકને શોધીને રૂપિયા પરત કરી દીધા

સેન્ટ્રલ મિશિગનના રહેવાસી હોબર્ડ કિર્બીએ થોડા દિવસ પહેલાં શોપિંગ સેન્ટરમાંથી જૂની ખુરશી ખરીદી હતી તેમની દીકરીએ તે ખોલતા તેમાંથી રૂપિયા મળ્યા હતા રૂપિયા જોઈને પહેલા તો તેમનો પરિવાર વિચારમાં પડી ગયો કે આ ખુરશીના માલિકને કેવી રીતે શોધવા? એક સમય માટે તો હોબર્ડને વિચાર આવ્યો પણ ખરા કે આ રૂપિયા હું મારી સાથે રાખી લઉં નિવૃત્તિ પછી હું આ રૂપિયામાં આરામથી જીવન જીવી શકીશ પણ આ વિચારો બાદ તેણે માલિકને જ રૂપિયા પરત આપવાનું નક્કી કર્યું

Recommended