ટાબરિયો શાહૂડી સાથે ટહેલવા નીકળ્યો, યૂઝર્સે અજીબોગરીબ દોસ્તીના વખાણ કર્યા

  • 4 years ago
પરવીન કાસવાન નામના આઈએફએસે તેમના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરેલો ટાબરિયા અને શાહૂડીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એક મિત્રએ મોકલેલો આ વીડિયો તેમણે શેર કર્યો હતોવીડિયોમાં જોઈ શકાય છે કે શાહૂડી આ બાળકને મિત્રની જેમ સતત ફોલો કરે છે ટાબરિયો પણ રોડ પર ટહેલતાં ટહેલતાં તેની કંપનીને માણતો હોય તેવું દેખાઈ આવે છે ટ્વિટર પર આ વીડિયો જોઈને અનેક યૂઝર્સે તેમની દોસ્તીના વખાણ કર્યા હતા વીડિયો શેર કરતાં સમયે તેમણે કેપ્શનમાં લખ્યું છે કેછેલ્લે તો આપણે સૌ સરખા છીએ આ ટાબરિયો તેની દોસ્ત એવી શાહૂડી સાથે લટાર મારવા નીકળ્યો છે જો કે, શાહૂડીને બાથમાં લઈએ તો ઘાતક સાબિત થાય તમને જણાવી દઈએ કે નર અને માદા બંને શાહુડી તરીકે જ ઓળખાય છે શાહુડીને ભયનો સંકેત મળતાં જ પાછા પગે ઝડપથી આવે છે સાથે જ સામેની વ્યક્તિના બે પગ વચ્ચે આવી તેના શરીરે રહેલા કાંટા તીરની જેમ છોડીને ઘાયલ કરે છે જો આ કાંટા જલ્દી કાઢવામાં ન આવે તો વધુ ઊંડા ખૂંચતા જાય છે