ભીમદેવલ ગામમાં 8 સિંહો ઘૂસ્યા, રસ્તે રઝળતી ગાયોમાં નાસભાગ મચી

  • 4 years ago
તાલાલા: તાલાલાના ભીમદેવલ ગામમાં ગત રાત્રે એકસાથએ 8 સિંહો ઘૂસી આવ્યા હતા આથી ગામમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો સિંહો આવતા જ રસ્તે રઝળતી ગાયોમાં નાસભાગ મચી હતી ગાયોના ટોળામાંથી એક ગાય અલગ પડી જતા આઠેય સિંહોએ તેના પર હુમલો કરી શિકાર બનાવી હતી ગાયનું મારણ કરી સિંહોએ મિજબાની માણી હતી આ દ્રશ્યો ગ્રામજનોએ પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા