પાટડીના અંબાળામાં આચાર્યની બદલીના વિરોધમાં ગ્રામજનોનો ઢોલ-નગારા સાથે હલ્લાબોલ, વિદ્યાર્થીઓ ચોંધાર આંસુએ રડ્યાં

  • 4 years ago
પાટડી:પાટડી તાલુકાની અંબાળા પ્રાથમિક શાળાના આચાર્યની ઓવર સેટઅપના કારણે થાન બદલી કરાતા શાળાના તમામ 187 વિદ્યાર્થીઓ સતત ત્રીજા દિવસે શાળામાં ગયા ન હતા વાલીઓ અને ગ્રામજનો દ્વારા બદલીના વિરોધમાં ઢોલ-નગારા સાથે હલ્લાબોલ કરાયો હતો જ્યારે શાળાના ભુલકાઓ ચોંધાર આંસુએ રડ્યાં હતા આ ઘટનાના પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શાળામાં દોડી ગયા હતા