રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરનો વીડિયો વાઇરલ

  • 5 years ago
રાજુલા: રાજુલાના જૂની બારપટોળી ગામમાં કેટલાક ઈસમો દ્વારા હથિયારો બતાવી ગાળો આપી દુકાનો બંધ કરાવવા બાબતની ઘટના બની હતી ત્યારબાદ હથિયાર બતાવવાનો વીડિયો વાઇરલ થતા પોલીસ દ્વારા ગુનો નોંધી 3 શખ્સોની અટકાયત કરી પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી બાદમાં આ સમાચાર મળતા સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરએ ગામની મુલાકાત લીધી હતી અને ગામને ખુલ્લું સમર્થન આપ્યું હતું અને કાયદાનું ભાન કરાવવા આહવાન કર્યું હતું અને ભાષણ કર્યું હતું આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા રાજુલા પોલીસ સ્ટેશનમાં આ વીડિયો અંગે જાહેર સમુદાય વચ્ચે ગુનો કરવા ઉશ્કેરણી કરતા હોવાને આધારે જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે