શારજાહ જતું દ્વારકાનું માલવાહક જહાજમાં પાણી ભરાતા દરિયામાં ગરકાવ

  • 5 years ago
દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વધુ એક જહાજ દરિયામાં ડૂબી ગયું છે બેટ દ્વારકાનુ રહેમાન નામનુ માલવાહક જહાજ શારજાહ જઇ રહ્યું હતું આ દરમિયાન જહાજમાં પાણી ભરાય જતા તે સમુદ્રમાં ગરકાવ થઇ ગયું હતું આ જહાજમાં રહેલા ખલાસીઓએ સ્મોક ઇન્ડિકેશન આપીને મદદ માંગતા અન્ય બોટો આવી હતી અને તમામ 10 ખલાસીઓને બચાવી લીધા હતા