પાલ RTO નજીક BRTS બસની અડફેટે સગર્ભા ઈજાગ્રસ્ત

DivyaBhaskar

by DivyaBhaskar

1 144 views
સુરતઃ પાલ આરટીઓ નજીક બીઆરટીએસ બસ ચાલકે અનિતા સરવૈયા નામની સગર્ભા મહિલાને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થઈ હતી અને બસ સાથે ભાગતા બસ ડ્રાઇવર ને લોકોએ ઝડપી પાડ્યો હતો બીઆરટીએસ બસના અકસ્માતના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ અકસ્માતની ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે મૂળ ભાવનગરના રહેવાસી અને સુરતમાં પાલ આરટીઓ નજીક નવનિર્મિત બ્રિજ પર અનિતા અર્જુન સરવૈયા પરિવાર સાથે રહે છે અને પાલ આરટીઓ નજીક જ રમકડા વેચી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે અનિતાને સાત માસનો ગર્ભ છે આજે સવારે 8 વાગ્યાના અરસામાં પાલ આરટીઓ નજીક બીઆરટીએસ બસના ચાલકે અડફેટે લીધી હતી જેથી તેને બંને પગ પર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી મહિલાને અડેફેટે લેતા પરિવારજનો દોડી આવ્યા હતા જોકે, ઇજાગ્રસ્ત મહિલાના પરિવારને બસ ડ્રાઇવરે બસમાંથી જ લાત મારી ધમકી આપતા ભારે હોબાળો થયો હતો ત્યારબાદ બસ ડ્રાઈવર બસ લઈને ભાગવાનો પ્રયાસ કરતા ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો