અમદાવાદના લિહાસ ત્રિવેદી 50 કલાકમાં 300 કિ.મી દોડી રેકૉર્ડ સ્થાપશે

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ સમાજમાં સ્વાસ્થ્યને લઈ જાગૃતિ આવે તે માટે અમદાવાદના 50 વર્ષીય લિહાસ ત્રિવેદી 50 કલાક દોડશેતેઓ 275-300 કિમી દોડશે તેવો એક અંદાજ છેરાજપથ ક્લબમાં ખાતે 16 નવેમ્બરથી સવારથી શરૂ થયેલી તેમની આ દોડ 18 નવેમ્બરે પુરી થશેલિહાસ ત્રિવેદી દોડ પુરી કરી લીમકા બુક ઓફ રેકૉર્ડ સ્થાપિત કરે તેવી આશા છેકોલેજકાળથી જ સ્પોર્ટસમાં રસ ધરાવતા લિહાસ ત્રિવેદીએ 2003માં પ્રથમ વખત મુંબઈ મેરેથોનમાં ભાગ લીધો હતોતે પછી તેઓએ ક્યારેય પાછું વળીને જોયું નથી ત્યારે 2012માં સતત 24 કલાક દોડીને 184 કિમી અંતર કાપી રેકૉર્ડ સ્થાપ્યો હતો2015માં અમદાવાદ ખાતે ટ્રેડમિલ પર 25 કલાક દોડીને લીમકા બુક ઓફ રેકૉર્ડમાં સ્થાન મેળવ્યું હતું1989માં અકસ્માત નડયો ત્યારે ડોકટરે જે માણસને દોડવાની મનાઈ ફરવી હતી તે લિહાસ ત્રિવેદી 50 વર્ષે પણ દોડીને યુવાનોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે