ડુંગળીના ભાવ 80 રૂપિયા કિલોએ પહોંચ્યા, 7 દિવસમાં 45% વધારો

  • 5 years ago
ડુંગળીના ભાવ આકાશને અડવા લાગ્યા છે હવે કાંદા 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે દિલ્હીમાં 7 દિવસમાં 45% ભાવ વધી ગયો છે 31 ઓક્ટોબરે ભાવ 55 રૂપિયા હતો સપ્લાઈ પર પ્રતિબંધ હોવાના કારણે દિલ્હી-NCRમાં છેલ્લા એક મહિનામાં ભાવમાં ઉછાળો આવ્યો છે હાલનો ભાવ એક વર્ષ પહેલાની સરખામણીમાં બમણા કરતા પણ વધારે થઈ ગયો છે ગત વર્ષે નવેમ્બરમાં ડુંગળીનો ભાવ 30-35 રૂપિયા પ્રતિ કિલો હતો કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, ભારે વરસાદ અને પૂરના કારણે ખેડૂતોને ડુંગળીના પાકમાં ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે પરંતુ નવેમ્બર મહિનાના અંત સુધી તમામને મોટી રાહત આપવામાં આવશે

Recommended