માવઠાંએ જગતના તાતની હાલત બગાડી, હજારો હેક્ટરમાં મગફળી સહિતના પાકોમાં નુકસાન

  • 5 years ago
હિંમતનગર:વાવાઝોડાઓની અસરના કારણે સાબરકાંઠા જિલ્લામાં માવઠું થયું હતું જેને લીધે જગતના તાતની હાલત બદત્તર થઈ હતી અને 41 હજાર હેક્ટર જમીનમાં વાવેલી મગફળીને નુકસાન થયું હતું માત્ર મગફળી જ નહીં અન્ય પાકો અને ઘાસચારાને માવઠાંએ ખેડૂતના હાથમાં આવેલો કોળીઓ ઝૂંટવી લીધો હતો જોકે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વીમા કંપનીનો ટોલ ફ્રી નંબર આપીને 3 દિવસમાં જાણ કરવા મહેતલ આપી છે સરકાર બે તબક્કામાં રાજ્યભરના ખેડૂતોને વળતર ચૂકવવાની છે વળતર માટે સાબરકાંઠામાં કિશાન સંઘએ ખેડૂતો સાતે મામલતદાર અને કલેક્ટરને આવેદન આપ્યું હતું