હોંગકોંગની આઝાદીની માંગને લઈ લોકો ભડક્યા, યુવા પ્રદર્શનકારીઓ ઘરે ‘વિદાઈ ચિઠ્ઠી’ છોડીને જઈ રહ્યાં છે

  • 5 years ago
ચીનની નીતિઓમાંથી આઝાદી અને લોકતંત્રની માંગ અંગે હોન્ગકોન્ગમાં છેલ્લા 19 સપ્તાહોથી પ્રદર્શન ચાલી રહ્યું છે પ્રદર્શનોની શરૂઆત શાંતિપૂર્ણ રીતે થઈ હતી જો કે, ચીન સમર્થકો અને પ્રશાસનની સામે આવ્યા બાદ તે હિંસક થઈ ગયું હતું મળતી માહિતી પ્રમાણે પ્રદર્શનોને રોકવા માટે ચીન હોન્ગકોન્ગમાં સેના મોકલી શકે છે જો કે, હોન્ગકોન્ગના યુવા હવે તેને છેલ્લી લડાઈની જેમ લડી રહ્યાં છે મોટાભાગના યુવાનો હવે તેમના ઘરે ‘છેલ્લી ચિઠ્ઠી’મૂકીને જઈ રહ્યા છે ઘણા લોકો આ ચિઠ્ઠીઓને તેમના બેગમાં મૂકીને ફરી રહ્યા છે, જેથી ધરપકડ અથવા તેમનું મોત થઈ જાય તો તેમના ઘરના લોકોને આ ચિઠ્ઠી મળી શકે