સાત માથાવાળા સાપની ચામડી મળતાં જ ભયનો માહોલ ફેલાયો

  • 5 years ago
કર્ણાટકના બેંગાલુરૂથી અંદાજે 60 કિમી દૂર આવેલા મારિગોંડાના ડોડ્ડી ગામમાં મળેલી સાત માથાવાળા સાપની ચામડી (કાંચળી)એ કૌતૂક સર્જ્યું હતું સ્થાનિકોએ આ જોઈને તેના વીડિયો રેકોર્ડ કર્યા હતા જે સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થવા લાગ્યા હતા ગામમાં વસતા કેટલાક વૃદ્ધોએ આ જોઈને જણાવ્યું હતું કે આ ચામડી (કાંચળી) સાત માથાવાળા સાપની છે, જે અહીં મળતાં એ વાત પણ ચોક્કસ શક્ય છે કે પૌરાણિક મહાકાય સાપ પણ જીવતો જ છે આ વાત એટલા માટે પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી કેમકે આખી ઘટના મંદિરની પાસે જ બની હતી આ બધી વાતો ફેલાવા લાગતાં જ આજૂબાજુના વિસ્તારોમાં પણ કૂતુહલની સાથે જ ભયનો માહોલ ફેલાયો હતો જો કે, આખો મામલો એક્સપર્ટ પાસે જતાં જ તેમણે આવા કોઈ પણ પ્રકારના સાપના અસ્તિત્વને નકાર્યું હતું