બેચરાજીની બહુચર સોસાયટીની મહિલાઓ દશેરાએ ગરબા રમી બેટી બચાવો બેટી વધાવોનો સંદેશ આપ્યો

  • 5 years ago
બેચરાજી/ મહેસાણા: નવરાત્રિમાં નવ-નવ દિવસ સુધી આદ્યશક્તિની આરાધના કરનાર સમાજમાં જ મા સ્વરૂપ દીકરીઓની સંખ્યા ચિંતાજનક હદે ઘટી રહી છે ત્યારે બેચરાજી નગરની બહેનોએ આ સામાજિક ચિંતાને ગરબા સાથે સાંકળી બેટી બચાવો બેટી વધાવોના પટ્ટા પહેરી ગરબે ઘૂમી હતી નવરાત્રિના નવ દિવસના અંતે દશેરાએ બેચરાજીની અલકાપુરી સોસાયટીના રહીશોએ મા બહુચર અંબાની સામુહિક આરતી ઉતારી આશીર્વાદ લીધા હતા તેમજ વિવિધ વેશભૂષા અને મનગમતા પાત્ર ભજવી આનંદ મેળવ્યો હતો આ સાથે દરેક સમાજમાં દીકરા સામે દીકરીની સંખ્યા ઘટતી જાય છે, ત્યારે દીકરીના જન્મને હવે લક્ષ્મી અવતાર અન્વયે સોસાયટીનાં કલ્પનાબેન, સોનલબેન, સંગીતાબેન, અલકાબેન, રેખાબેન સહિતની બહેનોએ ગરબાની સાથે સાથે બેટી બચાવો બેટી વધાવોના પટ્ટા પહેરી લોકજાગૃતિ ઊભી કરવાની પ્રેરક પહેલ કરી હતી